વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ખાતે આવેલ જેટ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના વતની બિશ્વજીત સુધીરચંદ્ર ઘોષ ઉ.25 નામના અપંગ યુવાનને શ્વાસ લેવામાં તકલીફ હોવાની સાથે આર્થિક સ્થિતિ નબળી હોય અને વતનમાં પૈસા મોકલવાના હોય માનસિક પરેશાન રહેતો હોવાથી કંટાળી જઈ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.