ટંકારાના લૂંટના ગુનામાં 4 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપી શાહદર માનસિંહ મીનાવા (ઉં.વ. 31, રહે. ગુરાડીયા (નરવાલી), તા. કુક્ષી, જિ. ધાર- મધ્યપ્રદેશ) મોરબીમાં રવિરાજ ચોકડી પાસે હોવાની બાતમી મળતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન આરોપીને રવિરાજ ચોકડી પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે

- text

- text