હળવદના ચરાડવાના મહાકાળી આશ્રમમા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

- text


હળવદ પોલીસે છોટાઉદેપુરના આરોપીને ઝડપી પાડ્યો

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ હળવદ પોલીસ દ્વારા ઉકેલી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની વોચમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહાકાળી આશ્રમમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા છોટાઉદેપુર જિલ્લાના ડોલરીયા ગામના ઝરખડી ફળીયામાં રહેતા આરોપી રાકેશ ઉર્ફે રાજુ રેસીંગભાઈ રાઠવાને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text