મોરબી પાલિકા દ્વારા 250 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી વેપારીઓને દંડ ફટકારાયો

- text


મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી 250 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે.

સમગ્ર વિગત અનુસાર, આજરોજ ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કૃષ્ણસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા શહેરમાં જુદાં જુદાં વિસ્તારોમાં દરોડા પડ્યા હતા. આ દરમ્યાન પાન માવામાં વપરાતું પ્લાસ્ટિક અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો આશરે 250 કિલો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ રૂપિયા 5,000નો દંડ વસુલવામાં આવ્યો છે.

- text

- text