મોરબીમાં રૂ. 4.91 લાખનો દારૂ-બીયર ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઇ 

- text


સીટી બી ડિવિઝન પોલીસે બે રાજસ્થાની શખ્સને દબોચી લીધા 

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર આઈટીઆઈ નજીકથી બાતમીને આધારે વિદેશી દારૂ અને બિયર ભરેલી સ્કોર્પિયો કાર સાથે રાજસ્થાનના વતની બે આરોપીઓને પકડી પાડી રૂપિયા 4.91 લાખના દારૂ બીયરના જથ્થા સાથે પકડી પાડી સ્કોર્પિયો સહિત કુલ રૂપિયા 20.11 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક વોચ ગોઠવી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર અટકાવી તલાસી લેતા મૂળ રાજસ્થાનના વતની આરોપી ગોપીકિશન બાબુલાલ ચૌહાણ અને આરોપી રાજુરામ ભાખરામ પુનિયાના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 544 બોટલ કિંમત રૂપિયા 4,65,260 તેમજ બિયર ટીન નંગ 264 કિંમત રૂપિયા 26,400 સહિત કુલ રૂપિયા 4,91,660નો દારૂ બિયરનો જથ્થો તેમજ 15 લાખની કિંમતની સ્કોર્પિયો કાર અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20 હજાર મળી કુલ 20,11,660નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text