મોરબી : મોરબીની પટેલ કન્યા છાત્રાલયમાં ભાદરવી પૂનમના દિવસે પાટીદારનાં કુળદેવી ઊમિયા માતાજીનાં પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દીવડાઓના ઝગમગાટ સાથે આરતી અને રાસની રમઝટ બોલાવી બાળાઓએ આનંદ વ્યક્ત કર્યો હતો.