- text
વાંકાનેર : વાંકાનેર ઘટક-2ના મેસરિયા સેજામાં પોષણ માસ નિમિત્તે પુરક આહારમાંથી બનતી વાનગી પ્રદર્શનનું આયોજન રાતડેયા સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક-2ના મેસરિયા સેજામાં આવેલી 31 આંગણવાડીમાંથી સંયુક્ત રીતે પુરક આહારમાંથી બનતી વાનગીઓના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 15 સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં અલ્પાબેન ક્ચાવા સીડીપીઓ વાંકાનેર-2, મુખ્ય સેવિકા ડીમલબેન દવે, એન.એન.એમ.કોર્ડીનેટર વિરેનભાઇ ધરોડીયા હાજર રહ્યા હતા. તેમજ લાભાર્થી વાલીઓ અનેક ગ્રામજનોને, સગર્ભા, ઘાત્રી, કિશોરીઓ અને બાળકોના પોષણ પરિણામોને સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વાંકાનેર તાલુકાના પ્રાંત ઓફિસર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ આંગણવાડી વર્કરોની આ કામગીરીની પ્રોત્સાહિત કરી હતી.
- text
- text