મોરબી કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા બસ સ્ટેન્ડમાં સાફ-સફાઈ કરાઈ

- text


મોરબી : મોરબી કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે આજરોજ સાફ-સફાઈ કરવામાં આવી હતી. કન્યા છાત્રાલયના પ્રિન્સિપાલ વનિતાબેનની આગેવાનીમાં 30 જેટલી વિદ્યાર્થિનીઓએ મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વર્કશોપ, ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી અને પાંચ બેરલ જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. આમ આજરોજ વિદ્યાર્થિનીઓ દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડને સાફ સૂથરું કરી નાખવામાં આવ્યું હતું.

- text

- text