મોરબી : બગથળા પટેલ સમાજ વાડી ખાતે 20મીએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

- text


મોરબી : જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેમજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી અને સિવિલ હોસ્પિટલના સહયોગથી બગથળા પટેલ સમાજ વાડી ખાતે આગામી તારીખ 20/9/2024ને શુક્રવારે સવારના 09:00 વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વધુમાં વધુ લોકોને રક્ત આપવા તેમજ આ સેવાકાર્યને સફળ બનાવવા જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત મોરબી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

- text

- text