વાંકાનેર સરકારી હોસ્પિટલે આવતીકાલે 19મીએ કેન્સર સ્ક્રિનિંગ અને નિદાન કેમ્પ યોજાશે

- text


વાંકાનેર : આવતીકાલ તારીખ 19/9/2024ને ગુરૂવારના રોજ સવારે 9 થી 1 દરમિયાન વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે કેન્સર સ્ક્રિનિંગ તથા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અમદાવાદ જીસીઆરઆઈના પ્રખ્યાત ડોક્ટર દ્વારા કેન્સરનું સ્ક્રિનિંગ તથા નિદાન કરવામાં આવશે. આ કેમ્પમાં ખાસ કરીને ગર્ભાશયનું કેન્સર, સ્તન કેન્સર, મોઢાના કેન્સરનું નિદાન તેમજ અન્ય કેન્સરનું નિદાન પણ કરવામાં આવશે.

- text

- text