આમ આદમી પાર્ટીએ હળવદમાં રોડ-રસ્તા અને ગટર મામલે નોંધાવ્યો અનોખો વિરોધ

- text


હળવદ : આમ આદમી પાર્ટી દ્વારા હળવદ શહેરની મુખ્ય બજારમાં રસ્તા પરના ખાડા અને ઉભરાતી ગટરના મુદ્દે આજે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ તંત્રને જગાડવા માટે થાળી વગાડી હતી અને રોડના ખાડામાં બાજપના કમળના નિશાનને ગ્લુકોઝનો બાટલો ચડાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાથે જ તંત્ર હળવદની જનતા માટે યોગ્ય અને ઝડપી કામ કરે તેવી માગ કરી હતી.

- text

- text