ટંકારાના લજાઈ ખાતે સેવા સેતુ કાર્યક્રમનો 338 લોકોએ લાભ લીધો

- text


વહીવટી તંત્ર દ્વારા અરજદારો ની ૧૦૫૭ અરજીઓનો હકારાત્મક નિકાલ કર્યો

મોરબી : જિલ્લા વ્યાપી સેવા સેતુ કાર્યક્રમના અનુસંધાને ટંકારા તાલુકામાં લજાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 19 ગામના 338 લોકોએ સરકારના વિવિધ વિભાગની 55 જેટલી સેવાઓનો લાભ મેળવ્યો હતો.

ગત 17 સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ટંકારાના લજાઈ ખાતે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગ દ્વારા 13 જેટલા સ્ટોલ અરજદારોની સેવા માટે રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના 19 ગામના 1057 જેટલા ગ્રામજનો દ્વારા વિવિધ સેવાઓ માટે અરજીઓ કરવામાં આવી હતી. આ તમામ 1057 અરજીઓનો વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

- text

ટંકારા તાલુકામાં આગામી 3 ઓક્ટોબરના રોજ જબલપુર ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના 11 ગામોને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવશે.

- text