મોરબીના ગ્રીનચોક નજીક દારૂ- બિયરના જથ્થા સાથે મહિલા પકડાઈ

- text


મોરબી : મોરબી શહેરના ગ્રીનચોક નજીક આવેલ ગાંધીબજારમાં રહેતી મહિલા ઘરમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવી વેચાણ કરતી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી મહિલાના કબ્જામાંથી દારૂ બિયરનો જથ્થો પકડી પાડી સપ્લાયરનું નામ ખોલવામાં સફળતા મેળવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક નજીક ગાંધીબજારમાં મધવરાયજીના મંદિર નજીક રહેતી પૂજા દીપકભાઈ પરમાર ઉ.28 નામની મહિલા ઘરમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવી વેચાણ કરતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા મહિલાના કબ્જામાંથી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2400 તેમજ બિયરના 15 ટીન કિંમત રૂપિયા 1500 સહિત કુલ 3900નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મહિલાની પૂછતાછમા દારૂ- બિયરનો જથ્થો આરોપી રાહુલ રવજીભાઈ સોલંકી રહે.વણકર વાસ વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે રાહુલને ફરાર દર્શાવી પૂજાને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text