વાંકાનેરની રૂપાવટી પ્રા. શાળામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેર : આજ રોજ તારીખ 17 સપ્ટેમ્બર ને મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને RBSK TEAM & સબ સેન્ટર રૂપાવટી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રૂપાવટી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળામાં કુલ 263 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 5 થી 8 ના મળીને કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ડો. ડિમ્પલબા જાડેજાએ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક આડ અસરો તથા રોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ, પેન, પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને RBSK ટીમ ડો. નિલેશ ધનાણી, ડો. ડિમ્પલબા જાડેજા, સોનલબેન ઝાલા, MPHW અશ્વિનભાઈ પડાયા, CHO પ્રતિભાબેન પટેલ અને શાળાના પ્રિન્સિપાલ હરેશભાઈ પ્રબતાની અને શાળાના શિક્ષકો દ્વારા સફળ બનાવાયો હતો. કાર્યક્રમના અંતે શાળાના બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

- text

- text