IMAના પ્રેસિડેન્ટ તરીકે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી તરીકે ડો.હીનાબહેન મોરીની નિમણુક

- text


ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો

મોરબી : ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી બ્રાંચની ટીમ 2023-2024નો કાર્યકાળ પૂરો થતા, તારીખ 15 સપ્ટેમ્બરના રોજ, નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે નવા હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

જેમાં ગત વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ થયો હતો. તથા નવી ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. નવા વર્ષ 2024-2025ની ટીમ માટે પ્રેસિડેન્ટ તરીકે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી તરીકે ડો.હીનાબહેન મોરી તથા ખજાનચી તરીકે ડો. ચિરાગ અઘારાએ ચાર્જ સંભાળ્યો છે. આ બદલ ગત ટીમના પ્રેસિડેન્ટ ડો. નિકુંજ વડાલીયા, સેક્રેટરી ડો વિરલ લહેરુ, સમગ્ર હોદેદારો તથા સિનિયર IMA મેમ્બર્સ ડો કગથરા, ડો સતીશ પટેલ, ડો. ભાડેશિયા, ડો ભૂત વગેરે અને તમામ સભ્યોએ તેમને આવકારીને ખૂબ શુભેચ્છા પાઠવી હતી. અને કાર્યક્રમના અંતે મ્યૂઝિકનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

- text

- text