માળીયા મિયાણામા થૂંકવા બાબતે ગળા ઉપર છરી ફેરવી દેવાઈ, યુવાન ગંભીર

- text


ત્રણ શખ્સોએ યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો

મોરબી : માળીયા મિયાણાના વાગડીયા ઝાપા પાસે થૂંકવા બાબતે ઠપકો આપતા ત્રણ શખ્સોએ સરા ગામના યુવાન ઉપર હુમલો કરી ગળા ઉપર છરી ફેરવી દેતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં ત્રણ શખ્સો વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા ગામના વાગડીયા ઝાપા પાસે આવેલ દુકાને ઉભેલા મૂળી તાલુકાના સરા ગામના યુનુસભાઈ હબીબભાઈ કાજેડીયા ઉ.19 નામના યુવાન સામે જોઈ આરોપી ડાડો જેડા થૂંકતા યુનુસભાઈએ ટોકતા ડાડો જેડાએ ઝઘડો કરી આરોપી ડાડો સંઘવાણી અને ઇરફાન સંઘવાણીને બોલાવી લઈ બાદમાં આરોપી ઇરફાને યુનુસભાઈના ગળે છરી ફેરવી દઈ છરીના બે ઘા ગળા પાસે મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા માળીયા મિયાણા પોલીસ મથકના ઇજાગ્રસ્ત યુવાને ત્રણેય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text