બંધુનગર પ્રાથમિક શાળા ખાતે તમાકુ વ્યસન જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

- text


મોરબી : લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સંયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય મંદિર મકનસર-1 દ્વારા બંધુનગર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી.મહેતા અને ડો.દીપક બાવરવા (EMO) અને ડો. રાહુલ કોટડીયા (THO)ની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના એમ.ઓ. ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. તથા પોષણમાસ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. તેમન વ્યક્તિગત સ્વચ્છતા રાખવા જણાવ્યુ હતું. આરોગ્ય સ્ટાફ કિંજલબેન પરમાર, પિયુષભાઈ મકવાણા, મોનિકાબેન ઝણકાટ તથા પ્રિન્સિપલ અમુલભાઈ એન. જોષી તથા શિક્ષકોએ પ્રોગ્રામને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પોત્સાહક ઈનામ આપવામાં આવ્યું હતું. તથા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.

- text

- text