મોરબીના નવા જાંબુડિયા ગામે રહેણાંકમાંથી 228 બોટલ દારૂ ઝડપાયો

- text


બંધુનગર નજીક બલેન્ડર્સ પ્રાઇડ દારૂની પાંચ બોટલ સાથે એક પકડાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં નવા જાંબુડિયા ગામે રહેણાંકમાંથી 228 બોટલ દારૂ પકડી પડવાની સાથે બંધુનગર નજીકથી એક શખ્સને પાંચ બોટલ દારૂ સાથે દબોચી લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

વિદેશી દારૂના પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે નવા જાંબુડિયા ગામની ધર્મસિદ્ધિ સોસાયટીમાં આરોપી ગૌતમ શિવાભાઈ પરમારના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંકમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 228 બોટલ કિંમત રૂપિયા 78 હજારનો મુદ્દામાલ મળી આવતા આરોપી ગૌતમને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં નેશનલ હાઇવેથી સરતાનપર તરફ જવાના રસ્તેથી આરોપી આનંદ તેજમલભાઈ રાહોલિયા રહે.અંબિકા સોસાયટી ત્રાજપર વાળાને બલેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડ વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 4250 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text