માળિયાના હરીપરના દેવ સોલ્ટ ખાતે પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન

- text


માળિયા (મિયાણા) : હરીપર ગામ પાસે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પટેલ વિજય ટીમ્બર માર્ટ- મોરબી, રંગોલી લેમિનેટ પ્રા.લી.- મોરબી, દેવ સોલ્ટ પ્રા.લી.- માળિયા તથા શંકર ટ્રેડર્સ- ગાંધીધામ દ્વારા આયોજિત આ કેમ્પ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં પદયાત્રિકો માટે સવાર-બપોર-સાંજ ભોજન પ્રસાદ, આરામ, શેરડીનો રસ, મેડિકલ સુવિધા, મોબાઈલ ચાર્જર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ માહિતી માટે દયારામભાઈ- મો.નં. 9825246551 અથવા અશ્વિનભાઈ- મો.નં. 9824189143 અથવા દિલીપસિંહ- મો.નં. 9979100333 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text