મોરબીમાં કાલે મંગળવારથી સ્વચ્છતા પખવાડા કાર્યક્રમ, મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન

- text


મોરબી : ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા 2024ની કામગીરીના ભાગરૂપે મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડા કાર્યક્રમ તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમ્યાન યોજાશે. આ મોરબી નગરપાલિકા કક્ષાએ યોજાનાર આ કાર્યક્રમનો શુભારંભ તારીખ 17-9-2024ને મંગળવારના રોજ સાંજે 6 કલાકે કમ્યુનિટી હોલ, કાયાજી પ્લોટ, મોરબી ખાતે કરવામાં આવશે. આ વેળાએ મ્યુઝીકલ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે. જેમાં પધારવા ચીફ ઓફિસર અને વહીવટદાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text