મોરબી ક્રાઈમ બ્રાંચે 3 ચોરાઉ મોટર સાયકલ સાથે શખ્સને ઝડપ્યો

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેથી મોરબી ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ ચોરાઉ મોટર સાયકલ સાથે એક શખ્સને ઝડપી અઢી વર્ષ પહેલા બનેલા અનડીટેક્ટ મોટર સાયકલ ચોરીના ગુનાને ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ક્રાઈમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્કોડની ટીમે ટીંબડી ગામના પાટીયા પીસે આવેલા સર્વિસ રોડ પર નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે આવતા એક શખ્સને રોકી તેની પાસેનું મોટરસાયકલ શંકાસ્પદ જણાતા કાગળો માંગવામાં આવતા આ શખ્સ પાસે કાગળો ન હોય ઈ-ગુજકોપમાં સર્ચ કરતાં આ મોટર સાયકલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપર બેલા ગામ પાસે આવેલા ખોખરા હનુમાનજી મંદિરના ગેઈટ પાસેથી ચોરી થયેલું હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ શખ્સ પાસેથી અન્ય બે મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલા હોવાનું જાણવા મળતા આરોપી અરવિંદ બટુકભાઈ સિંચણાદા (રહે. ટીંબડી, આનંદ હોટલ પાછળ મફતીયાપરા)ને ઝડપી તેની પાસેથી કૂલ 60 હજારની કિંમતના ત્રણ મોટર સાયકલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text