વાંકાનેર શહેરમાં હત્યા કરી લાશને ચેકડેમમાં ફેંકી દેવાઈ

- text


સરધારકા ગામના ચેકડેમમાંથી મૃતદેહ મળી આવવા મામલે તપાસનો ધમધમાટ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામે ચેકડેમમાંથી લાશ મળી આવવાના ભેદી બનાવમાં પોસ્ટમોર્ટમ બાદ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું છે અને બે શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતારી લાશને ચેકડેમમાં ફેંકી હોવાનું સામે આવતા એક આરોપીને સીટી પોલીસે દબોચી લીધાનું જાણવા મળે છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં ચેકડેમમાં લાશ પડી હોવાં મામલે સરધારકા ગામના સરપંચે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતદેહને પીએમમાં ખસેડતા બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન વાંકાનેર તાલુકા પીઆઇએ જણાવ્યું હતું કે, હત્યાના આ બનાવમાં રાજુ મોચી નામના યુવાનની હત્યા કરીં જીતુ રબારી સહિતના બે શખ્સોએ મૃતદેહને સરધારકા ગામના ચેક ડેમમાં ફેંકી ગયા હતા. આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે જીતુ રબારીને ગિરફ્તમાં લઇ લીધો હોવાનું અને હત્યા અંગે ગુન્હો નોંધવા તજવીજ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text