મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર - ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને મન મૂકીને ગરબે રમાડશે.આ નવરાત્રીમાં આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે ઇનમોની વણઝાર રાખવામાં આવી. આ અંગે આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે, સારું ગરબે રમતા ખેલૈયાઓને 6 એકટીવા અને બાળકો માટે બે નાના બાઇક રાખવામાં આવ્યા છે. પાસ બુકિંગ અને સ્પોનસરશિપ માટે મો. નં. 9979995175 પર સંપર્ક કરવા જણાવાયું છે.