મોરબી : મોરબીના ઘુંટુ ગામની હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાને પતિ સાથે અણબનાવ હોવાથી રિસામણે પિતાના ઘેર આવી હોય અને છૂટાછેડા બાબતે કેસ કરતા ઉશ્કેરાયેલા પતિએ ઝઘડો કરી ગળામાં કટર બ્લેડ ફેરવી જીવલેણ ઇજાઓ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરિઓમ પાર્કમાં રહેતા હસમુખભાઈ નાનજીભાઈ ઉભડિયાએ આરોપી એવા જમાઈ જીગ્નેશભાઈ સવજીભાઈ આઘારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની પુત્રી ગાયત્રીબેનને આરોપી જીગ્નેશ સાથે અણબનાવ બનતા દોઢેક વર્ષથી રિસમણે આવેલ હોય આરોપી જીગ્નેશ સાથે છૂટાછેડા લેવા કોર્ટ કેસ કરતા આરોપીને સારું નહિ લાગતા ઘરે આવી ઝઘડો કરી ગાયત્રીબેનને પાછળથી પકડી ગળાના ભાગે ચાઈના કટર બ્લેડ ફેરવી જીવલેણ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.