મોરબી : મોરબી શહેરના ત્રાજપર ગામે ભત્રીજાને ગાળો આપનાર કાકાને સમજાવવા જતા ઉશ્કેરાઈ ગયેલા કાકાએ ભત્રીજાને તેમજ ભાઈને છરીના ઘા મારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવના મૂળમાં ભયુભાગના મકાનનો ઝઘડો હોવાનું સામે આવ્યું છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ત્રાજપર ગામે રહેતા રંજનબેન ભરતભાઇ ડાભીએ આરોપી એવા તેમના દિયર જગદીશભાઈ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઈ ડાભીએ રંજનબેનના પુત્રને ગાળો આપતા રંજનબેનના પતિ સમજાવવા જતા આરોપી જગદીશભાઇએ ભરતભાઈને તેમજ તેમના પુત્ર ને છરીના ઘા ઝીકી દીધા હતા. આ બનાવમાં ભયુભાગના મકનનો ઝઘડો પણ કારણભૂત હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.