મોરબી : મોરબી સીટી એ અને સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને બે બોટલ દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર મોમ્સ હોટલની પાછળથી આરોપી પ્રતીક ઉર્ફે પતિયો દશરથભાઈ ડાયમા ઉ.33 રહે.પચીસ વારીયા, દલવાડી સર્કલ વાળાને દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ નજીકથી આરોપી ભગિરથસિંહ ઉર્ફે ભગી સુરુભા ઝાલા ઉ.33 રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળાને જે એન્ડ બી બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.