મોરબીના હરિપર કેરાળા ગામે વિદેશી દારૂની 149 બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકાના હરિપર કેરાળા ગામની સીમમાં આવેલ કારખાનામાં મજૂરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર રાજસ્થાનના વતની આરોપીને મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની 149 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે હરિપર કેરાળા ગામની સીમમાં કમ્ફર્ટ ચેયર નામના કારખાનામાં મજૂરની ઓરડીમાં દરોડો પાડી રાજસ્થાનના વતની આરોપી કલારામ ઉર્ફે કૈલાસ હંસારામ દયા ઉ.19 નામના શખ્સને વિદેશી દારૂની 149 બોટલ કિંમત રૂપિયા 94140 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text