મોરબીમાં પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 350 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ભાજપ ઓબીસી મોરચાના જિલ્લા પ્રમુખ નિર્મલભાઈ જારીયા, ભગવાનદાસ વિઠલાપરા, રતિભાઈ સુરાણી અને જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન પારુલ મહિલા પ્રગતિ મંડળ રંજનબેન ભાયાણી તરફથી કરવામાં આવ્યું હતું.

- text

- text