બી.આર.સી.ભવન વાંકાનેર ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

- text


સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા

વાંકાનેર : તા.13-9-2024ના રોજ બી.આર.સી. ભવન વાંકાનેર ખાતે જી.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત કલાઉત્સવ યોજાયો હતો.

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.જી.વોરા, બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ પરમાર અને દ્વારા તાલુકા કક્ષાના કલાઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાના જુદાં-જુદા ક્લસ્ટરમાંથી ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા અને સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલા વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લીધો હતો.

ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર જોધપર પ્રા. શાળાની વિદ્યાર્થીની ખોરજીયા મહેનૂરનો આવ્યો હતો. વઘાસિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઝાલા ધારાબાનો બાળકવિ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો. વરડુસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સારલા કિરણનો સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો. લિંબાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સીતાપરા અશ્વિન સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો. તાલુકા કક્ષાએ ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા અને સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે 500, 300 અને 200 રૂપિયા અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. તાલુકા કક્ષાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

- text

- text