મોરબીની નાગડાવાસ તાલુકા શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

- text


મોરબી : નાગડાવાસ સીઆરસી કો-ઓર્ડિનેટર અને મોરબી નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાયતભાઈ હેરભાના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 14 સપ્ટેમ્બરે નાગડાવાસ તાલુકા શાળામાં “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન -2024/25નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વૈવિધ્યસભર પ્રતિભાથી પોતાની પ્રતિભા રજૂ કરી હતી. ખાસ આકર્ષણ 6 થી 8 ના બાળકોની વૈજ્ઞાનિક કૃતિઓ હતી. પ્રદર્શન – નિદર્શન બાદ વિદ્યાર્થીઓને શિક્ષકગણ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. શાળા સમય બાદ ઘણા શિક્ષકમિત્રોએ કૃતિઓ નિહાળી હતી. કાર્યક્રમને અંતે ભાગ લેનાર બાળકોને ગરમા ગરમ સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું હતું.

- text

- text