મોરબીમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે પકડાયા

- text


તાલુકા પોલીસ અને બી ડિવિઝન પોલીસે કરેલી કાર્યવાહી

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન અને તાલુકા પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે આરોપીઓને પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે શિવમ હોસ્પિટલ નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી વિમલભાઈ વલ્લભદાસ વાગડીયા રહે.ભવાની ચોક મોરબી વાળાને રોકડા રૂપિયા 2140 સાથે ઝડપી લીધો હતો.

જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે જેતપર ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી રફીક હસનભાઈ કટિયા રહે.કાંતિનગર મોરબી વાળાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડ રૂપિયા 410 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text