મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : મોરબીnibન્યુ એરા ગ્લોબલ સ્કૂલના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા DDO જે.એસ.પ્રજાપતિની હાજરી પર્યાવરણ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જેમાં વીરપર ગામના તળાવની આસપાસ 100થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.

આ અભિયાનમાં સ્કૂલના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓએ મળીને ઊર્જા અને ઉત્સાહથી ભાગ લીધો હતો. દરેક વૃક્ષના રોપાણ બાદ, તેની જાળવણી અને સંભાળ રાખવા માટે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી છે. સ્કૂલનું મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ બંનેને પર્યાવરણ પ્રત્યેની આ પ્રતિબદ્ધતા સમર્પિત છે, જે ભવિષ્યમાં વધુ સારું અને સ્વચ્છ વાતાવરણ માટે પાયાની કડી પુરવાર થશે.ન્યુ એરા ગ્લોબલ સ્કૂલનુ આ અભિયાન અને આ પ્રયાસો અન્યો માટે પ્રેરણારૂપ છે.

- text

- text