મોરબી સીઆરસી કક્ષાના કલા ઉત્સવમાં પીએમશ્રી તાલુકા શાળા નં-2ની શાળાનો દબદબો

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળાઓમાં કલા ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ ગરવી ગુજરાત થીમ અંતર્ગત સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો. જેમાં પીએમશ્રી તાલુકા શાળા નંબર-2ની વિદ્યાર્થિનીઓએ ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થિનીઓ આગળ તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાએ રમવા જનાર છે ત્યારે આગામી સ્પર્ધા માટે શાળા પરિવારે વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવી છે.

- text