મોરબી ફોટો-વીડિયો એસોસિએશન દ્વારા નિકોન કંપનીનો વર્કશોપ યોજાયો

- text


મોરબી : મોરબી ફોટો વીડિયો એસોસિએશન દ્વારા મોરબીની ટીકે હોટલ ખાતે 12 સપ્ટેમ્બરના રોજ નિકોન કંપનીનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં 105 ફોટો અને વીડિયોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં નિકોન કંપનીના મેનેજર રવિભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપના મેન્ટર ચેતનભાઈ પહલ દ્વારા કેમેરા વિશેની ટેક્નિક અને ફ્યુચર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રના વિશાલભાઈ દેત્રોજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નાના વ્યવસાય માટે લોન લેવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસોસિયનના ફાઉન્ડર રમેશભાઈ રૂપાલા દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું. એસોસિએશનના પૂર્વ પ્રમુખ ઉટવાડિયા મહાદેવભાઈ પ્રજાપતિ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના નિકોન કંપનીના ડિસ્ટ્રિબ્યુટર શશીભાઈ પટેલ બોસ કલર લેબ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલના પ્રમુખ દ્વારા મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તેજસભાઈ મહાદેવભાઇ ઓટવાડિયા સ્ટુડિયો જય શક્તિ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ ભોજન માણ્યું હતું.

- text

- text