મોરબીના હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવમાં આજે રાત્રે રાસોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યૂ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે રાત્રે 9-30 કલાકે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં દેશ વિદેશમાં પ્રખ્યાત સુરેન્દ્રનગરની રાસ મંડળીના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસ મંડળીની રમઝટ નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text