મોરબીની ત્રાજપર પોલીસ લાઈન આંગણવાડી ખાતે વાનગી નિદર્શન યોજાયું

- text


મોરબી : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ મોરબી ઘટક-2ની ત્રાજપર પોલીસ લાઇન આંગણવાડી ખાતે ઘટક કક્ષાનું વાનગી નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જલ્પાબેન ત્રીવેદી, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો અને તેડાગરો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મોરબી ઘટક-2 ની તમામ તેડાગર બહેનોએ વાનગી નિદર્શનમાં ઉત્સાહથી ભાગ લઈ પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા બાળકોને અપાતા પૂરક આહાર વિશે અને કુપોષણ માં ઘટાડો થાય તે બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા તમામ તેડાગર બહેનોએ આ કાર્યક્રમમાં ખુબ ઉત્સાહ થી ભાગ લીધો તે બદલ કામગીરીને બીરદાવી તેમજ બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા પોષણ માસ અંતર્ગત ચાલતી તમામ યોજનાકીય કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

- text