મોરબી : મોરબી શહેરમાં કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે એક્સેસ મોટર સાયકલ ઉપર પસાર થતા આરોપી અફઝલ મુબારક પઠાણ અને સોનલ પ્યારુંભાઈ પરમારને દેશી દારૂ લીટર 100 કિંમત રૂપિયા 2000, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5 હજાર તેમજ 40 હજારના એક્સેસ સહિત કુલ 47 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ દેશી દારૂનો જથ્થો આપનાર આરોપી સમીર ઇકબાલ મોવર રહે.રણછોડનગર, મોરબી વાળાનું નામ ખોલાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.