મોરબીના મકનસર અને રફાળેશ્વર નજીકથી બે બાઈક ચોરાયા

- text


મોરબી : મોરબીમાં વાહનચોરો તરખાટ મચાવી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના મકનસર અને રફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલા બે બાઈક ચોરાઈ જતા સાતેક મહિના જુના બનાવમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાતા બાઈક ચોર પોલીસની હાથવેંતમાં હોવાના અણસાર મળી રહ્યા છે.

વાહન ચોરીના પ્રથમ બનાવમાં મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા અલ્પેશભાઈ જયંતીભાઈ નિમાવતના ઘર પાસે પાર્ક કરેલું તેમનું રૂપિયા 20 હજારનું બાઈક તા.25 – 07 – 2024ના રોજ ચોરાઈ જતા ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે બીજા બનાવમાં મોરબીના રફાળેશ્વર ગામે રહેતા જગદીશભાઈ નટવરલાલ જાનીનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક ગત તા.25 ફેબ્રુઆરીના રોજ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા પોલીસે ગુન્હો નોંધ્યો છે. બન્ને ચોરીના બનાવ જુના હોય ગુન્હો નોંધાતા વાહન ચોર પોલીસની હાથવેંતમાં હોવાનું મનાઇ રહ્યું છે.

- text

- text