મોરબીની વાવડી ચોકડી પાસે પડેલો ભુવો માર્ગ અને મકાન વિભાગે બુર્યો

- text


મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે અને ઘણી જગ્યાએ ભુવા પડવાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી-રાજકોટ હાઈવે પર વાવડી ચોકડી પાસે રોડ પર ભુવો પડ્યો હતો. આ અંગેની જાણકારી મળતાં જ તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ભુવો બુરવામાં આવ્યો છે.

આ રોડ મોરબી માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતો હોય તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગે ભુવો ખોદીને તેમાં માટી નાખી રિપેર કર્યો હતો અને વાહન વ્યવહારમાં કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારે સમારકામ કર્યું હતું. આ અંગે મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેષ આદ્રોજાએ જણાવ્યું હતું કે, આ રોડ નીચેથી પાલિકાની ભૂગર્ભ લાઈન નીકળે છે. તે લાઈન લીકેજ થઈ હોય અને તેના કારણે માટી ખસી ગઈ હોય તેના કારણે ભુવો પડ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

- text

- text