આસપાસના 29 જેટલા ગામોના લોકોને આ સેવા સેતુ કેમ્પનો લાભ લેવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની અપીલમોરબી : ગુજરાત સરકારના વહીવટી તંત્રને વેગવંતુ બનાવી પ્રાથમિક સુવિધા સરળતાથી મળી રહે એ માટે તા.17ને મંગળવારના રોજ સવારના 09:00 થી 05:00 કલાક સુધી કુમાર પ્રાથમિક શાળા, જેતપર (મ.) ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 56 પ્રકારની સરકારી સેવાઓ માટે સ્થળ પર જ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે અથવા ઉચિત યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.રાપર, અણીયારી, જેતપર (મ.), જીવાપર, ચકમપર, રંગપર, સાપર, જસમતગઢ, ગાળા, ગુંગણ, વાઘપર, પીલુડી, રવાપર (નદી), જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, બેલા (રં.), ઝીકિયારી, શનાળા (ત.), અમરેલી, નારણકા, વનાળીયા, ગોરખીજડીયા, જેપુર, નાની વાવડી, ખરેડા, વાંકડા, આંદરણા સહિતના ગામોને આ સેવાનો લાભ લેવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આહવાન કર્યું છે. સેવા સેતુના દિવસે 56 પ્રકારની વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે. જે તે ગામોના નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા તંત્ર દ્વારા પણ અપીલ કરાઈ છે.