ટંકારાના ધ્રુવનગર પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત

- text


ત્રણ કાર અને એક ટ્રક ધડાકાભેર અથડાયા : સદનસીબે કોઈ જાનહાની નહિ

ટંકારા : ટંકારા નજીક ધ્રુવનગર પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ કાર અને એક ટ્રક ધડાકાભેર અથડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ નથી.

ટંકારાથી મોરબી તરફ આવેલ ધ્રુવનગર ગામે સાંજના સમયે ચાર વાહનો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે રોડ ઉપર ટ્રાફિક જામ થઇ જવાનુ હર્ષદભાઈ પટેલે જણાવ્યું છે. ઉપરાંત અકસ્માત બાદ ભારે રકઝક થઈ હતી. જો કે બીજા વાહનો જ્યાં જગ્યા મળે ત્યાથી વાહન કાઢી પોતાની મંજીલ તરફ આગળ વધવા લાગ્યા હતા.

- text

- text