મોરબી નજીકથી બે ચોરાઉ બાઈક સાથે વાહનચોર ઝડપાયો

- text


એલસીબી ટીમે નાગડાવાસ ગામના પાટીયેથી આરોપીને દબોચી બે બાઈક ચોરીના ભેદ ઉકેલ્યા

મોરબી : મોરબી એલસબી ટીમે બાતમીને આધારે નાગડાવાસ ગામના પાટીયેથી વાહનચોરને દબોચી લઈ દોઢેક વર્ષ જુના બે બાઈક ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી નાગડાવાસ ગામના પાટીયેથી આરોપી વિવેકદાન અમીરદાન બારહટ રહે.વિરવિદરકા તા.માળીયા મિયાણા વાળાને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા અન્ય એક બાઈક ચોર્યાની કબૂલાત આપતા પોલીસે 40 હજારની કિંમતના બે બાઈક આરોપી પાસેથી કબ્જે કરી બાઈક ચોરીના બે બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

- text