માર્ગ અને મકાન વિભાગ તેમજ માવજત ફાઉન્ડેશન અને સિરામિક ઉદ્યોગકારોના સંયુક્ત ઉપક્રમે યોજાશે કાર્યક્રમમોરબી : મોરબી - જેતપર - અણિયારી રોડ પર સિરામિક એસોસિએશન, માર્ગ અને મકાન વિભાગ તેમજ પૂ. કનકેશ્વરીદેવીજી તથા સદગુરુ પૂજ્ય મુક્તાનંદ બાપુના આશિર્વાદથી પ્રારંભ થયેલ માવજત ફાઉન્ડેશનના ત્રિવેણી સંગમથી પર્યાવરણનું જતન કરવા મહાવૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ આવતીકાલે તા.12ને ગુરુવારના રોજ સવારે 10.00 કલાકે વેલેન્ઝા સીરામીક LLP, પીપળી-બેલા વચ્ચે, મોરબી-જેતપર રોડ ખાતે યોજાશે. કાર્યક્રમમાં મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, તમામ ચાર એસોસિએશનના પ્રમુખો, મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલિયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ તેમજ મણીભાઈ બાવરવા ઉપરાંત અન્ય અગ્રણી ઉદ્યોગપતિઓ, આસપાસના ગામોના રાજકીય અગ્રણીઓ, સરપંચો ઉપસ્થિત રહેશે.