- text
મોરબી : મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 14 અને 15 સપ્ટેમ્બરના રોજ મોરબીના નવા ડેલા રોડ પર આવેલા શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે સુવર્ણાબેન સુરેશભાઈ મહેતા-મુંબઈ દ્વારા 189માં કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ 14 સપ્ટેમ્બર ને સનિવારે સાંજે 4 થી 7 અને 15 સપ્ટેમ્બર ને રવિવારે સવારે 9થી 12 દરમિયાન યોજાશે. કેમ્પમાં મુંબઈના નિષ્ણાંત કેન્સરના સર્જન ડો.વિક્રમભાઈ સંઘવી સેવા આપશે. વિનામૂલ્યે આયોજિત કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓને પોતાનું નામ મયુરભાઈ મહેતા મો.નં. 9537099219 ઉપર અગાઉથી નોંધાવવા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવાયુ છે.
- text
- text