મોરબીના પીપળી અને ઘુંટુ રોડ ઉપર જુગારના બે દરોડામાં મહિલા સહિત 9 પકડાયા

- text


તાલુકા પોલીસે 46050ની રોકડ કબ્જે કરી

મોરબી : મોરબી તાલુકા પોલીસે જુગારના અલગ અલગ બે દરોડામાં પીપળી ગામની સીમમાં રામવિલા સોસાયટીમાંથી મહિલા સહિતના 7 જુગારી તેમજ ઘુંટુ રોડ ઉપર બે જુગારીઓને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 46,050ની રોકડ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જુગારના પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ રામવિલા સોસાયટીના ગેટ પાસે જાહેરમાં રમાઈ રહેલા જુગાર ઉપર દરોડો પાડી આરોપી ભાણજીભાઇ જેઠાભાઇ ધધાંણીયા, હનીફભાઇ આદમભાઇ રતનીયા, અનંતભાઇ વિરજીભાઇ વરમોરા, બાબાભાઇ સલેમાનભાઇ રતનીયા, મનસુખભાઇ જેઠાભાઇ ધધાંણીયા, રાકેશભાઇ મોહનભાઇ ભાડજા અને મધુબેન દિલીપભાઇ પાટડીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 45,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો કારખાના સામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી અલ્પેશ ગિરધરભાઈ વરાણીયા અને આરોપી હિતેશભાઈ પ્રભુભાઈ વાઘેલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 550 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text