મોરબીના મયુરપુલ ઉપર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબી શહેરના મયુરપુલ અને પાડાપુલ વચ્ચે પક્ષીઓને ચણ નાખવાની જગ્યા નજીક એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેને પી.એમ.અર્થે મોકલવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી.

મળતી માહિતી  અનુસાર, શહેરમાં પાડાપુલ અને મયુરપુલ વચ્ચે પક્ષીઓને ચણ નાખવાની જગ્યા આવેલી છે. જ્યાં એક 40 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહનો કબજો મેળવી તેને પી.એમ.અર્થે મોકલવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી. આ અંગેની વધુ તપાસ બી ડિવિઝન પીએસઆઇ એન.ઓ અબળા ચલાવી રહ્યા છે.

- text

- text