મોરબી અપડેટના અહેવાલ બાદ તંત્ર હરકતમાં : ભુવો પડવાની સાથે નાલું દોઢ ફુટ જેટલું બેન્ડ થઈ ગયું હતુંમોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર એવન્યુ પાર્ક પાસે આવેલ નાલુ જોખમી હાલતમાં હોય પાલિકા તંત્ર દ્વારા તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે. આ નાલા ઉપરથી વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવાયો છે.મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા રહેતા રવાપર રોડ ઉપર એવન્યુ પાર્ક પાસે આવેલ વોકળા ઉપરનું નાલુ છેલ્લા ઘણા સમયથી નબળું પડી ગયા બાદ મંગળવારે સાંજે આ નાલા નીચે ચારેક ફૂટ મોટો ભુવો પડતા વાહનચાલકો માટે જોખમ ઉભું થયું હતું. આ નાલુ હાલમાં દોઢેક ફૂટ જેટલું બેન્ડ પણ થઇ ગયું છે. આ મામલે સાંજે મોરબી અપડેટ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્રએ ગંભીરતા દાખવીને સલામતીને ધ્યાને લઇ નાલું હાલ બંધ કરી દીધું છે.