મોરબી : જૈનોનું મહાપર્વ એટલે તપશ્ચર્યા અને ક્ષમાપનાનું પર્વ પર્યુષણ. આ દરમિયાન મોરબીમાં મોટી સંખ્યામાં નાની-મોટી ઉગ્ર તપશ્ચર્યાઓ કરવામાં આવી હતી. ત્યારે લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂ. ભાવચંદ્રજી મહારાજ સાહેબના શુશિષ્યા પૂ. આરાધનાબાઈ મહાસતીજી આદિ ઠાણા-4 પ્લોટ પૌષધશાળામાં બિરાજી રહ્યા છે. તેમના સાનિધ્યમાં મહેશભાઈ ચીમનલાલ મહેતા ( મહેતા એડ)ના પુત્ર પ્રતિકભાઈ મહેતાના પત્ની અ.સૌ. મિલોનીબેન મહેતાએ અઠ્ઠાઇ તપની આરાધના સાતાપૂર્વક કરી હતી. તેમના પારણા સ્નેહીજનો- સંબંધીઓની ઉપસ્થિતિમાં સંત-સતીજીઓના આશીર્વાદથી કરવામાં આવ્યા હતા.