ટંકારામાં છોટા હાથીમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા

- text


વાહનમાં ચોરખાનું બનાવી લઈ જવાતો દારૂના ચપલા કબ્જે

ટંકારા : ટંકારા પોલીસે છોટા હાથી વાહનમાં ડ્રાઈવર સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરાતા બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

ટંકારા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે છોટા હાથી વાહનામાં ડ્રાઈવર સીટ નીચે બનાવેલા ચોર ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી અતુલ ગોરધનભાઈ વેકરીયા (ઉં.વ. 58, રહે રાજકોટ પ્રેમ મંદિર શેરી નંબર-1, રાજકોટ) અને ભાવિન હસમુખભાઈ અગ્રવાત (ઉં.વ. 31, રહે રાજદિપ સોસાયટી શેરી નંબર-2, ધર્મનગર મેઈન રોજ, મવડી ચોકડી, રાજકોટ)ને ઝડપી બન્ને પાસેથી 180 મીલીના 480 ચપલા કિંમત રૂપિયા 48 હજાર અને છોટા હાથી સહિતનો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text