એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : અન્ય બે નેપાળી શખ્સોનું નામ ખુલતા તેની શોધખોળમોરબી : મોરબી શહેરમા માણેક સોસાયટીમાં મકાનમા રૂ.૭૦ હજારની ચોરી કરનાર નેપાળી શખ્સને સિટી એ ડિવિઝન પોલીસે પકડી પાડી તેની પૂછપરછ કરતા તેને ટીપ અને આશરો આપ્યો હોવાનું માલુમ પડ્યું છે. આ કેસમાં અન્ય બે નેપાળી શખ્સોનુ પણ નામ ખુલ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની માણેક સોસાયટીમાં રહેતો પરિવાર સાતમ આઠમના તહેવારમાં બહારગામ ફરવા ગયો હતો. તે દરમિયાન તેમના બંધ મકાનમાંથી તાળા તોડી રોકડ રૂ. ૭૦,૦૦૦/- ની ચોરી થયેલાની ફરીયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી.આ કેસની તપાસ દરમિયાન મોરબી સીટી એ ડીવીઝનની સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આસપાસના તેમજ મોરબી નેત્રમ કન્ટ્રોલરૂમ સી.સી.ટી.વી આધારે તપાસ કરતા તેમજ હ્યુમન સોર્સીસ આધારે ચોરી કરનાર શખ્સોને આશરો આપનાર તથા ટીપ આપનાર શખ્સ પંકજ બિશેભાઇ ઢોલી ઉ.વ.૨૮ ધંધો.ચોકીદાર રહે.મોરબી રવાપર ગોલ્ડન માર્કેટપાછળ વિરાટ-એ એપાર્ટમેન્ટ પાર્કીંગમાં મુળ રહે.નેપાળવાળાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત પકડાયેલ આરોપીની પ્રાથમિક તપાસમાં ચોરી કરનાર હેમરાજ મનબહાદુર સાહી અને ભીમબહાદુર શીજુસાહી બન્ને રહે. નેપાળવાળાનું નામ ખુલતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં પકડાયેલ આરોપી પાસેથી પોલીસે રોકડ રૂ.૩૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- કુલ મુદામાલ રૂ.૮૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઈ એચ.આર.જાડેજા, એએસઆઈ રાજદીપસિહ રાણા, હેડ કોન્સ. ચકુભાઈ કરોતરા, કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાધડીયા, કોન્સ. હિતેષભાઇ ચાવડા, અરજણભાઇ ગરીયા, કપીલભાઇ ગુર્જર, સિધ્ધરાજસિંહ જાડેજા તથા રાજદીપસિંહ ઝાલા રોકાયેલ હતા.